
ફુટબોલ વર્લ્ડકપના 2034ની એડિશનની મેજબાની સઉદી અરબને સોંપવામાં આવી છે. આ બીજી વખત હશે. જ્યારે ખાડી દેશમાં રમતના મહાકુંભનું આયોજન બીજી વખત થશે. આ પહેલા 2022માં કતર ફટુબોલ વર્લ્ડકપની મેજબાની કરી ચૂક્યું છે.

સાઉદી અરેબિયા એકમાત્ર એવો દેશ હતો જેણે 2034ની એડિશનની યજમાની માટે બોલી લગાવી હતી. સાઉદી અરેબિયા સિવાય અગાઉ ઓસ્ટ્રેલિયા પણ આ રેસમાં સામેલ હતું પરંતુ ત્યારપછી ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, ત્યારબાદ સાઉદી એકમાત્ર દાવેદાર રહી ગયો હતો. સાઉદી અરેબિયાએ આ હોસ્ટિંગ મેળવવા માટે ઘણા પૈસા ખર્ચ્યા.