
જો કે રાહુલ દ્રવિડની ફી પર પણ કોઈ સ્પષ્ટતા મળી નથી. ત્યારે સવાલ એ છે કે શું દ્રવિડ તેટલી ફી સાથે જ ભારતીય ટીમમાં યથાવત રહેશે કે પછી તેમની ફીને વધારવામાં આવી છે. ઘણા રિપોર્ટસમાં દાવો છે કે રાહુલ દ્રવિડને કોચ તરીકે 12 કરોડ રૂપિયા સુધીની ફી મળી રહી છે. જો કે તેની સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી.

રાહુલ દ્રવિડનો કાર્યકાળ દ્વિપક્ષીય સિરિઝ અથવા ખેલાડીઓના પરર્ફોમન્સ અને ટ્રાન્ઝિશન તરીકે યોગ્ય રહ્યો પણ તેમનું મુખ્ય લક્ષ્ય હતુ તે ભારતીય ટીમને આઈસીસી ટ્રોફી અપાવવાનું હતું. દ્રવિડના બે વર્ષના કાર્યકાળમાં ભારતીય ટીમની પાસે 3 તક આવી પણ ત્રણેય વખત ટીમ તેનો ફાયદો ના ઉઠાવી શકી. ટી20 વર્લ્ડ કપ 2022, ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ અને વનડે વર્લ્ડ કપ 2023, ત્રણેય વખત ભારતીય ટીમે આઈસીસી ટ્રોફી જીતવાની તક ગુમાવી. ત્યારે હવે જોવાનું રહેશે કે નવા કાર્યકાળમાં રાહુલ દ્રવિડ કયા વિઝન સાથે આગળ વધે છે, કારણ કે ટી20 વર્લ્ડ કપ 2024ની સાથે સાથે હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ ભારતીય ટીમની સામે છે.