
ઓફસાઇડના નિયમનું પાલન કરવવા માટે આ વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અગાઉ ઓફસાઈડ કોલ 70 સેકન્ડ લેવાતો હતો પરંતુ તેની મદદથી તે સમય ઘટીને માત્ર 20 સેકન્ડ થઈ ગયો છે. આ ટેક્નોલોજી ગોલ-લાઈન ટેક્નોલોજી જેવી જ છે અને તે VAR નું અપગ્રેડેડ વર્ઝન છે.

પહેલા ફૂટબોલ ટીમ માટે 18 ખેલાડીઓ લેવામાં આવતા હતા. પછી તેની સંખ્યા 23 થઈ, આ ફિફા વર્લ્ડકપમાં ટીમમાં 26 ખેલાડીઓ હશે. તેમાંથી 11 ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે.