
પવન સેહરાવત પર બોલી લગાવવા માટે તમામ ટીમો આગળ આવી. યુપી યોદ્ધા, તેલુગુ ટાઇટન્સ, હરિયાણા સ્ટીલર્સ અને બેંગલુરુ બુલ્સ જેવી ટીમોએ તેના માટે ભારે બોલી લગાવી. અંતે તેલુગુ ટાઇટન્સે 2 કરોડ 60 લાખ રૂપિયાની બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ રીતે તે પ્રો કબડ્ડીના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ પાકિસ્તાન સુપર લીગમાં કરાંચી કિંગ્સ માટે રમે છે. કરાંચી કિંગ્સ તેને ટૂર્નામેન્ટની 2021ની સિરીઝમાં 1.24 કરોડમાં રિટેન કર્યો હતો. બાબર આઝમ પાકિસ્તાનનો સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટરમાંથી એક છે તો વિચાર કરો અન્ય ખેલાડીઓનો પગાર કેટલો હશે.