કોણ છે પવન સેહરાવત જેના કારણે ગુજરાતની સામે તેલુગુ ટાઇટન્સ જીતેલી મેચ હાર્યું
પ્રો કબડ્ડી લીગ (PKL) ની 10મી સીઝન આજથી એટલે કે 2 ડિસેમ્બર 2023થી શરૂ થઈ છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ દ્વારા એરેનાથી શરૂ કરીને દેશભરના 12 શહેરોમાં આ સિઝનનું આયોજન કરાયું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ Vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાઈ. જેમાં તેલુગુ ટાઇટન્સના ખેલાડી પવન સેહરાવત જેની 50% રેડ ટીમને કોઈ કામ ના આવતા આખરે ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.
1 / 6
પવન કુમાર સેહરાવતનો જન્મ 9 જુલાઈ, 1996ના રોજ નવી દિલ્હીમાં થયો હતો, પવન એક ખેડૂત પરિવારમાંથી આવે છે. પવનના પિતાએ કબડ્ડી પ્રત્યેના તેના અતૂટ જુસ્સાને ઓળખ્યો અને તેના પ્રેરક બળ બન્યા, તેના સપનાને અનુસરવામાં તેને ટેકો આપ્યો.
2 / 6
નીડર રહી હવામાં છલાંગ મારતા પવન કુમાર સેહરાવત જેણે કબડ્ડીના રોમાંચક મેદાનમાં પોતાનું નામ બનાવ્યું છે. તેની શાનદાર રેડને કારણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા છે અને મેટ પર તેના પ્રદર્શને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. પરંતુ આજે અમદાવાદ ખાતે યોજાયેલી મેચમાં તેની બાજી ન ચાલી હતી.
3 / 6
પવન સેહરાવતના રેડિંગ કરિયરની વાત કરવામાં આવે તો પવને અત્યાર સુધી 123 મેચ રમી છે. જેમાં તેમણે કુલ 1789 રેડ કરી છે. રેડ પોઈન્ટ જોઈયે તો 1246 તેના રેડ પોઈન્ટ છે. જોકે એવરેજ ટાઈમ ઓન મેટ 51.74 છે. મહત્વનુ છે કે એવરેજ આઉટ રેટ 32.28 છે. અને સ્ટ્રાઈક રેટ 68.63 છે. ઇફેક્ટિવ પોઈન્ટની વાત કરવામાં આવે તો 826 જેટલા તેના ઇફેક્ટિવ પોઈન્ટ છે.
4 / 6
ગુજરાત જાયન્ટ્સ ફર્સ્ટ હાફમાં પાછળ હતી. ટોટલ પોઈન્ટની વાત કરવામાં આવે તો ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઈટન્સનો સ્કોર 13-16 હતો. જ્યારે રેડ 7-10 હતી. ટેકલ પોઈન્ટની વાત કરવામાં આવે તો 5-5 એટ્લે કે સમાન હતા. અને બંને ટીમને 1-1 એકસ્ટ્રા પોઈન્ટ મળ્યા હતા.
5 / 6
પવને ગુજરાત જાયનટ્સ સામેની પહેલી મેચમાં 21 રેડ કરી છે. તેણે 11 પોઈન્ટ બનાવ્યા છે. જેના ટચ પોઈન્ટ 6 અને બોનસ પોઈન્ટ 4 છે અને તેની ટેકલ 1 છે. આ મેચમાં તેને 11 સફળ રેડ કરી છે. જેમાં 6 રેડ ખાલી ગઈ અને 5 રેડમાં અસફલા રહ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેની 50 % થી વધુ રેડ ટીમને કોઈ કામ નથી આવી જેણે કારણે તેલુગુ ટાઇટન્સે મેચ હારવી પડી હતી.
6 / 6
ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ Vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાઈ. જેમાં ગુજરાત જાયન્ટ્સના ખેલાડી પવન સહરાવતે બાજી પલટી છે. 38-32 થી ગુજરાત જાયન્ટ્સની જીત થઈ છે. મહત્વનુ છે કે આ મેચમાં તેલુગુ ટાઇટન્સની હાર થઈ હતી. જોકે આ મેચમાં સૌથી વધુ રેડ કરનાર ખેલાડી પવન સેહરાવત હારનું કારણ કહી શકાય.
Published On - 10:20 pm, Sat, 2 December 23