
તેમજ તમે પીકેએલની વેબસાઈટ પરથી પણ ટિકિટ ખરીદી શકો છો. જો તમે કોઈ પણ ટીમના ચાહક છો તો તમે તે ટીમની આખી સીઝનની મેચ જોવા માટે પાસ પણ ખરીદી શકો છો. જેમાં તમને બમ્પર લાભ પણ મળી શકે છે.

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રો કબડ્ડીની મેચ 2 ડિસેમ્બરના રોજ શરુ થઈ રહી છે. બીજી મેચ 3 ડિસેમ્બર, 4 ડિસેમ્બર, 5 ડિસેમ્બર, 6 ડિસેમ્બર અને છેલ્લી મેચ 7 ડિસેમ્બરના રોજ રમાશે. આ મેચ રાત્રિના સમયે 8 કલાકે રમાશે. જેને જોવા માટે બુકિંગ શરુ થઈ ચુક્યું છે.