
હવે ખો-ખો વર્લ્ડ કપમાં પુરૂષોની મેચોની શરૂઆત ભારત અને નેપાળ વચ્ચેની પ્રથમ મેચથી થશે, જે 13 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.લીગ તબક્કાની મેચો 16 જાન્યુઆરી સુધી રમાશે. આ પછી 17 જાન્યુઆરીથી પ્લેઓફ મેચો શરૂ થશે. જ્યારે ફાઈનલ 19 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર રાત્રે 8.15 કલાકે રમાશે. બીજી તરફ મહિલાઓની ટુર્નામેન્ટમાં કુલ 19 ટીમો ભાગ લેશે.

પુરુષોની 20 ટીમોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમના ગ્રુપમાં નેપાળ, પેરુ, બ્રાઝિલ અને ભૂતાનની ટીમ સામેલ છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઘાના, આર્જેન્ટિના, નેધરલેન્ડ, ઈરાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, દક્ષિણ કોરિયા, અમેરિકા, પોલેન્ડ, ઈંગ્લેન્ડ, જર્મની, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને કેન્યા પણ આ ટુર્નામેન્ટનો ભાગ છે. (All Photo Credit : X / Kho Kho World Cup India 2025)