
તમને જણાવી દઈએ કે 2017માં પીએસજીએ રેકોર્ડ 180 મિલિયન યુરો એટલે કે અંદાજે 1600 કરોડ આપીને એમબાપ્પેને મોનાકોમાંથી પોતાના ક્લબમાં સામેલ કર્યો હતો. ફૂટબોલ ઈતિહાસમાં આ બીજી સૌથી મોટી ડીલ હતી. PSGએ નેમારને બાર્સેલોનાથી લાવવા માટે 222 મિલિયન યુરો આપ્યા હતા.

ચેમ્પિયન્સ લીગમાં પીએસજીની હાર બાદ કિલિયન એમબાપ્પેનો આ નિર્ણય આવ્યો છે. અહેવાલો અનુસાર, હવે તે સ્પેનની ટોચની ફૂટબોલ લીગ લા લીગામાં રમવા જઈ શકે છે. સ્પેનિશ મીડિયાએ દાવો કર્યો છે કે આ માટે તેણે રિયલ મેડ્રિડ સાથે કરાર પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી ગયું છે. આ પહેલા રિયલ મેડ્રિડ 14 વખત આ ટાઈટલ જીતી ચૂક્યું છે.
Published On - 6:07 pm, Sat, 11 May 24