Gukesh D World Chess Champion : ભારતનો ડી ગુકેશ બન્યો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન, ચીનના ખેલાડીને હરાવીને રચ્યો ઈતિહાસ

|

Dec 12, 2024 | 7:55 PM

ચેન્નાઈના માત્ર 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશએ વર્લ્ડ ચેમ્પિયનશિપના છેલ્લા રાઉન્ડમાં નિર્ણાયક વિજય નોંધાવીને ચીનના દિગ્ગજ ખેલાડીને હરાવ્યો હતો. આ સાથે ગુકેશ વિશ્વનાથ આનંદ પછી વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર માત્ર બીજો ભારતીય ગ્રાન્ડમાસ્ટર બન્યો છે.

1 / 7
ભારતનો યુવા સ્ટાર ડી ગુકેશ ચેસ જગતનો નવો ચેમ્પિયન બન્યો છે. સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ સાથે ગુકેશ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે.

2 / 7
ગુરુવારે, 12 ડિસેમ્બરે, ચેમ્પિયનશિપના 14મા અને છેલ્લા રાઉન્ડમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન લિરેને એક નાની ભૂલ કરી, જે તેને મોંઘી પડી. આ સાથે માત્ર 18 વર્ષની ઉંમરમાં ભારતના ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનીને રેકોર્ડ બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે તે 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયન પણ છે.

3 / 7
સિંગાપોરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ડીંગ અને ભારતના ગુકેશ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ડિંગે ગયા વર્ષે આ ચેમ્પિયનશિપ જીતી હતી. આવી સ્થિતિમાં તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આ ચેમ્પિયનશિપમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ગુકેશે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીતીને ચેલેન્જર તરીકે આ ચેમ્પિયનશીપમાં પ્રવેશ કર્યો હતો.

4 / 7
12મી ડિસેમ્બરને ગુરુવારે ચેમ્પિયનશિપનો 14મો અને છેલ્લો રાઉન્ડ ગુકેશ અને ડીંગ વચ્ચે થયો હતો. અગાઉ રમાયેલા 13 રાઉન્ડમાં બંનેએ 2-2 મેચ જીતી હતી જ્યારે બાકીની 9 મેચ ડ્રો રહી હતી. આવી સ્થિતિમાં બંનેના સમાન 6.5 પોઈન્ટ હતા. આવી સ્થિતિમાં આ મેચ નિર્ણાયક હતી.

5 / 7
જો આ મેચ પણ ડ્રો રહી હોત તો બંનેના 7-7 પોઈન્ટ હોત અને પછી ટાઈબ્રેકર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોત, પરંતુ ચેન્નાઈના ચમત્કારિક ગ્રાન્ડમાસ્ટર ગુકેશે આવું થવા દીધું ન હતું. ભારતીય સેન્સેશને છેલ્લી મેચમાં ચીનના ગ્રાન્ડમાસ્ટરને હરાવ્યો અને 7.5 – 6.5ના માર્જિનથી ટાઈટલ જીત્યું. વિશ્વનાથન આનંદ પછી વિશ્વ ચેમ્પિયનશિપમાં પહોંચનાર તે માત્ર બીજો ભારતીય અને વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો.

6 / 7
ડિંગે રિજાઈન આપતાની સાથે જ ગુકેશ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને ખુરશી પર બેસીને રડવા લાગ્યો. વિજયનો આનંદ, સ્વપ્ન સાકાર થયાની લાગણી અને એક રાહત તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી, જ્યારે તેની આંખોમાંથી આંસુ પણ વહી રહ્યા હતા. આ જીત સાથે ગુકેશે માત્ર ભારતીય ચેસમાં જ નહીં પરંતુ વિશ્વ ચેસમાં પણ પોતાનું નામ અમર કરી લીધું.

7 / 7
વિશ્વનાથન આનંદ પછી વિશ્વ ચેમ્પિયન બનનાર ગુકેશ માત્ર બીજો ભારતીય ખેલાડી છે. આ જીતના ઈનામ તરીકે ગુકેશને 18 કરોડ રૂપિયા પણ મળશે. ગુકેશની જીત પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ફોટો સાથે ખાસ મેસેજ પોસ્ટ કરી ગુકેશને શુભકામના પાઠવી હતી. (All photo Credit : PTI / X)

Published On - 7:53 pm, Thu, 12 December 24

Next Photo Gallery