
શ્રેયસ એય્યર : ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રેયસ અય્યર જે યુવતીને ડેટ કરી રહ્યો છે, તેનું નામ ત્રિશા કુલકર્ણી છે. ઈન્સ્ટાગ્રામ પર એવી ઘણી તસવીરો અને વીડિયો છે જે દર્શાવે છે કે શ્રેયસ અય્યર અને ત્રિશા લાંબા સમયથી એકબીજાની સાથે છે. તેઓ ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. વર્લ્ડ કપ દરમિયાન જ બંને શાર્દુલ ઠાકુર અને તેની પત્ની સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.

અર્શદિપ સિંહ : ડિસેમ્બર 2018માં તેને 2019 ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજીમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો હતો. તેણે 25 ડિસેમ્બર 2019ના રોજ 2019-20 રણજી ટ્રોફીમાં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેની ગર્લફ્રેન્ડ વિશે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

દીપક હુડ્ડા : દીપક હુડ્ડા હાલમાં રિલેશનશિપમાં છે, તેની ગર્લફ્રેન્ડનું નામ સ્નેહા છે. તેની ગર્લફ્રેન્ડ વિશે વધુ માહિતી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ નથી.

ઉમરાન મલિક : ક્યારેક તેની ગર્લફ્રેન્ડ જસ્મીન ભસીન સાથેના સંબંધોને કારણે તો ક્યારેક તેના વર્ક ફ્રન્ટને કારણે ખેલાડી ચર્ચામાં રહ્યા છે.

પૃથ્વી શો : પૃથ્વી તાજેતરમાં આઇફા એવોર્ડ 2023માં નિધિ તાપડિયા સાથે જોવા મળ્યો હતો. આ પછી તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. નિધિ સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે. લગભગ 1 લાખ 20 હજાર તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

તિલક વર્મા : ઈન્ડિયન ક્રિકેટર તિલક વર્મા 20 વર્ષનો છે. તિલક વર્મા લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને રાઈટ હેન્ડ ઓફ-બ્રેક બોલર છે. તિલક વર્મા સિંગલ છે, હાલમાં તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી. તિલક વર્મા મોટાભાગે પોતાના કરિયર પર ધ્યાન આપી રહ્યા છે.