
આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત 8 ડિસેમ્બરે અફઘાનિસ્તાનની મેચ સાથે થશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન 10 ડિસેમ્બરે આમને સામને ટકરાશે અને 12 ડિસેમ્બરે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો થશે. તમને જણાવી દઈએ કે 9 વખતમાંથી 8 વખત આ ટૂર્નામેન્ટ પર ભારતે કબ્જો જમાવ્યો છે. (File Image)

આ 15 ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે 3 ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે. ઉદય સહરન (કેપ્ટન), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ કેપ્ટન), અરવેલ્લી અવનીશ રાવ (વિકેટકીપર), મુશીર ખાન, આર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયૂર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુરૂગન અભિષેક, ઈન્નેષ મહાજન, ધનૂષ ગૌડા, આરાધ્ય શુકલા, રાજ લિંબાની, નમન તિવારી. રિઝર્વ ખેલાડીમાં અંશ ગોસાઈ, પ્રેમ દેવકર, મોહમ્મદ અમાન. (File Image)