
વર્લ્ડના સૌથી અમીર ખેલાડીઓમાંના એક પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે મોંઘી સુપરકારોનું મોટું કલેક્શન છે, જેની કિંમત ₹281 કરોડથી વધુ પણ છે.

41 વર્ષીય સ્ટાર ફૂટબોલરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના સુપરકાર કલેક્શનનો ફોટો શેર કર્યો છે. આ કલેક્શનમાં ફેરારી, બુગાટી, મેકલેરેન અને મર્સિડીઝ સહિતની કારનો સમાવેશ થાય છે.

₹41 કરોડની બુગાટી ટુરબિલોન રોનાલ્ડોના ગેરેજમાં સામેલ થનારી સૌથી નવી સુપરકાર છે. તેની પાસે એક ચિરોન, એક વેરોન અને એક બુગાટી સેન્ટોડીસી પણ છે. રોનાલ્ડોને તેના ફૂટબોલ ક્લબ Al-Nassr FC તરફથી BMW કાર ગિફ્ટમાં મળી હતી.

રોનાલ્ડો પાસે એટલી બધી કાર છે કે તેને યાદ પણ નથી કે તેની પાસે કેટલી છે. તેણે ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં પણ આ વિશે વાત કરી હતી. જોકે, રોનાલ્ડોએ તેની કારોની સંખ્યા 40 થી 41 કાર હોવાનો અંદાજ લગાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે બુગાટી તેની ફેવરિટ સુપરકાર છે.

રોનાલ્ડોએ ચાહકોને પોતાનું આખું ગેરેજ બતાવ્યું, અને પોતાની સુપર કારોનું કલેક્શન પણ બતાવ્યું, જેના પર તેણે કેપ્શન આપ્યું "મારા રમકડાં." (PC: Instagram)