
કોમનવેલ્થ ગેમ્સ 2026માં જેવેલિન થ્રો ક્વોલિફાયર રાઉન્ડમાં નીરજ ચોપરાએ 79.61 મીટરના થ્રો સાથે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ઈજાના કારણે 2022ની ગેમ્સ ગુમાવ્યા બાદ તે આઠ વર્ષ પછી ફરી કોમનવેલ્થ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

આ ફાઈનલમાં ભારત પાસે ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. નીરજ ચોપરા ઉપરાંત ભારતના રોહિત યાદવ અને યશવીર સિંહ પણ ફાઈનલમાં પહોંચ્યા હોવાથી ભારત પાસે ત્રણેય મેડલ જીતવાની તક છે.

નીરજ માટે આ મુકાબલો આસાન નહીં હોય. તેની સામે 2022માં 90.18 મીટરનો રેકોર્ડ બનાવનાર પાકિસ્તાનનો અરશદ નદીમ અને ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ જેવા મજબૂત દાવેદારો પણ સ્પર્ધામાં છે.

ફાઈનલના સમયની વાત કરીએ તો, પુરુષોની જેવેલિન થ્રોની આ ફાઈનલ 31 જુલાઈ રાત્રે 12:45 વાગ્યે શરુ થશે. રમતપ્રેમીઓ આ ફાઈનલ જોવા માટે ખૂબ આતુર છે.

ચાહકો આ ફાઈનલનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ પર જોઈ શકશે. આ સિવાય ટીવી પર સોની સ્પોર્ટ્સ 2, 3 અને 4 ચેનલો પર સીધું પ્રસારણ ઉપલબ્ધ રહેશે. (PC: X/Sony Sports Network)