Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ, મીરાબાઈ ચાનુ અને લવલીનાએ સંભાળી ભારતની કમાન

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેને ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું અને ત્રિરંગો લહેરાવ્યો. આ વખતે 74 દેશોના લગભગ 3000 ખેલાડીઓ 10 રમતોમાં મેડલ માટે ભાગ લઈ રહ્યા છે.

| Updated on: Jul 24, 2026 | 7:29 PM
1 / 5
કોમનવેલ્થ ગેમ્સ 2026નો સત્તાવાર પ્રારંભ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થયો. OVO હાઇડ્રો સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજા ચાર્લ્સ ત્રીજાએ ગેમ્સનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું.

2 / 5
ભારતીય ટુકડી માટે આ ક્ષણ ખાસ રહી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેને હાથમાં ત્રિરંગો લઈને 126 ખેલાડીઓની ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. સ્ટેડિયમમાં ભારતીય ટીમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.

3 / 5
આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં 74 દેશોના લગભગ 3000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કુલ 10 રમતોમાં ખેલાડીઓ મેડલ માટે સ્પર્ધા કરશે. ગ્લાસગોના વિવિધ સ્થળોએ 2 ઓગસ્ટ સુધી આ રમતોનું આયોજન કરવામાં આવશે.

4 / 5
જોકે, 2026 કોમનવેલ્થ ગેમ્સનો વ્યાપ અગાઉની આવૃત્તિઓ કરતા નાનો છે. બર્મિંગહામ 2022માં 19 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે માત્ર 10 રમતોને સ્થાન મળ્યું છે. હોકી, ક્રિકેટ, બેડમિન્ટન, શૂટિંગ અને કુસ્તી જેવી ઘણી લોકપ્રિય રમતો આ વખતે સામેલ નથી.

5 / 5
આ ગેમ્સનું આયોજન પહેલાં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં થવાનું હતું, પરંતુ બજેટની સમસ્યાને કારણે યજમાનીમાંથી બહાર નીકળ્યા બાદ ગ્લાસગોએ જવાબદારી સંભાળી હતી. ઓછા બજેટને કારણે નવા સ્ટેડિયમ બનાવવામાં આવ્યા નથી અને ખેલાડીઓને ગેમ્સ વિલેજની જગ્યાએ હોટલોમાં રોકવામાં આવી રહ્યા છે. છતાં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવા માટે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. (PC:X/The Khel India)

Follow Us