
ભારતીય ખેલાડીઓએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ભારતે 31 જુલાઈની સાંજે ખાસ કરીને સારું પ્રદર્શન કર્યું. ચાર ભારતીય ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા, અને હવે તેમની પાસે ચાર ગોલ્ડ મેડલ જીતવાની તક છે.

સૌપ્રથમ, અસ્મિતા ડેએ સેમિફાઈનલમાં 48 કિગ્રા જુડો કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ સ્કોટલેન્ડની સમર શોને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે, તેણી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક છે.

હર્ષ સિંહે ઓસ્ટ્રેલિયાના પેડ્રો કાર્લોસને હરાવીને પુરુષોની 60 કિગ્રા જુડો કેટેગરીની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલ જીતી તે પણ ગોલ્ડ જીતી શકે છે.

ખેલો ઈન્ડિયા એથ્લીટ યામિની મૌર્યએ પણ કોમનવેલ્થ ગેમ્સના 57 કિગ્રા જુડો કેટેગરીમાં દક્ષિણ આફ્રિકાની ડોન બ્રેટેનબાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે ફાઈનલમાં જીત મેળવી યામિની પણ ગોલ્ડ મેડલ જીતી શકે છે.

ભારતને ચોથો ગોલ્ડ મેડલ બોક્સર જાસ્મીન લેમ્બોરિયા તરફથી મળી શકે છે. આ મહિલા બોક્સરે 57 કિલોગ્રામ સેમિફાઇનલ જીતી હતી. હવે તેનો મુકાબલો ફાઇનલમાં માઇકેલા વોલ્શ સામે થશે.

અરુંધતી ચૌધરી ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ જીતી શકે છે. તેણીએ 70 kg વર્ગમાં વેલ્સની રોઝી એકલ્સને હરાવી હતી. અરુંધતીની આ જીત મોટી છે કારણ કે તેણી ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવી ગોલ્ડ મેડલ મેચમાં પહોંચી છે. (PC:PTI/X)
Published On - 8:47 pm, Fri, 31 July 26