Commonwealth Games 2026 : ભારતે અત્યાર સુધી જીત્યા ડઝનથી વધુ મેડલ, જાણો પાકિસ્તાનની કેવી છે હાલત

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતે અત્યારસુધીમાં કુલ 15 મેડલ જીતી લીધા છે, જેમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ સામેલ છે. બીજી તરફ, પાડોશી દેશ પાકિસ્તાન મેડલ ટેલીમાં ક્યા છે. હજુ સુધી કેટલા મેડલ જીત્યા છે. ચાલો જાણીએ.

| Updated on: Jul 30, 2026 | 8:16 PM
1 / 5
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી ભાગ લેતા આવ્યા છે. બંને દેશના ખેલાડીઓએ અનેક રમતોમાં એકબીજાને ટક્કર આપી છે, પરંતુ ગ્લાસગો 2026માં હાલ બંનેની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

2 / 5
ભારત માટે ગ્લાસગો ગેમ્સ અત્યારસુધી શાનદાર રહી છે. ભારતે 15 મેડલ સાથે મેડલ ટેલીમાં આઠમું સ્થાન મેળવ્યું છે. તેમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે.

3 / 5
બીજી તરફ, પાકિસ્તાનની હાલત અત્યંત ખરાબ છે. સત્તાવાર મેડલ ટેલીમાં પાકિસ્તાનના નામની સામે ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝમાંથી એક પણ મેડલ નથી. એટલે ભારત 15 મેડલ સાથે આગળ છે, જ્યારે પાકિસ્તાનનું ખાતું હજુ ખાલી છે.

4 / 5
પાકિસ્તાન માટે સ્થિતિ કેટલી શરમજનક છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે રવાન્ડા જેવા નાના દેશે પણ એક બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું ખાતું ખોલી દીધું છે, પરંતુ પાકિસ્તાન હજુ મેડલની રાહ જોઈ રહ્યું છે.

5 / 5
કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતનું પ્રદર્શન સતત મજબૂત રહ્યું છે. 2022માં પણ ભારતે 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીત્યા હતા. હવે ગ્લાસગોમાં પણ ભારતીય ખેલાડીઓ મેડલનો સિલસિલો જાળવી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન માટે ટૂર્નામેન્ટમાં અત્યારસુધી નિરાશા જ હાથ લાગી છે. (PC:PTI/X)

Published On - 8:09 pm, Thu, 30 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.