Breaking News: 27 વર્ષના ખેલાડીની તેના ઘરની બહાર જ પથ્થરો મારીને નિર્મમ હત્યા, રમતગજતમાં શોકમાં

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં એક 27 વર્ષીય ફેમસ ફૂટબોલ કેપ્ટનની તેના ઘરની બહાર જ પથ્થરો મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. માત્ર એક મોબાઈલ ફોન બચાવવા માટે લૂંટારાઓ સામે લડનાર આ સ્ટાર મિડફિલ્ડરની કરૂણ વિદાયથી આખા દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ખોફનાક ઘટનાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ચાહકોને ઊંડા શોકમાં ડૂબાડી દીધા છે.

| Updated on: Aug 07, 2026 | 5:39 PM
1 / 5
ફૂટબોલ સ્ટાર ડેવિડ ઓવોરીનું 27 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેના ઘરની બહાર જ આ સ્ટાર ખેલાડીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાથી યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં હોબાળો મચી ગયો હતો.

2 / 5
ઓવોરી યુગાન્ડાના સૌથી ફેમસ વ્યક્તિઓમાં એક હતો. ઓવોરીની હત્યા લૂંટના ઈરાદાથી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે લૂંટારાઓએ તેનો મોબાઇલ ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ઓવોરીએ વિરોધ કર્યો હતો.

3 / 5
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે ઓવોરી પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઓવોરીને તાત્કાલિક નજીકના મેડિકલ ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો અને બાદમાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ બુધવારે તેનું મૃત્યુ થયું હતું.

4 / 5
ઓવોરી જે ક્લબ તરફથી રમતો હતો તે એસસી વિલાએ તેના દિવંગત કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપતા ઈમોશનલ નિવેદન જારી કર્યું હતું. ક્લબે કમ્પાલા પોલીસ અને તપાસ એજન્સીઓને તાત્કાલિક ગુનેગારોને પકડીને સજા કરવા હાકલ કરી હતી.

5 / 5
5 ઓગસ્ટે ઓવોરીનો જન્મદિવસ પણ હતો. તે એક મિડફિલ્ડર હતો અને તેણે પોતાના ક્લબ કારકિર્દીમાં 54 મેચ રમી હતી, જેમાં તેણે ત્રણ ગોલ કર્યા હતા. (PC: Facebook)

Published On - 5:38 pm, Fri, 7 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.