Breaking News: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ, ₹13 હજાર કરોડના માલિકને ₹27 હજારનો દંડ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને રાષ્ટ્રીય ટીમનો કેમ્પ છોડવો ભારે પડ્યો છે. પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને તેના પર 30 દિવસનો પ્રતિબંધ અને 255 યુરો એટલે કે અંદાજે ₹27 હજારનો દંડ ફટકાર્યો છે. કોચ જોર્જ જીસસ સાથેના વિવાદ બાદ રોનાલ્ડોએ કેમ્પ છોડ્યો હતો. જોકે, પ્રતિબંધનો સમય 1 ઓક્ટોબરથી ગણાતા તે પોર્ટુગલની આગામી નવેમ્બરની મેચોમાં ઉપલબ્ધ રહી શકે છે.

| Updated on: Oct 20, 2026 | 4:28 PM
1 / 8
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોર્ટુગલની નેશનલ ટીમનો કેમ્પ છોડવો ભારે પડ્યો છે. ફેડરેશને તેના પર 30 દિવસનો પ્રતિબંધ અને ₹27 હજારનો દંડ ફટકાર્યો છે.

2 / 8
રોનાલ્ડોએ 30 સપ્ટેમ્બરે કોપનહેગનમાં પોર્ટુગલનો કેમ્પ છોડી દીધો હતો. આ ઘટના ડેનમાર્ક સામેની નેશન્સ લીગ મેચના એક દિવસ પહેલાં બની હતી.

3 / 8
આ સમગ્ર વિવાદની શરૂઆત નોર્વે સામેની મેચથી થઈ હતી. 27 સપ્ટેમ્બરે રોનાલ્ડો મેચમાં રમ્યો નહોતો અને તે બાદ તેણે કોચ જીસસ સાથે મતભેદ વ્યક્ત કર્યા હતા.

4 / 8
રોનાલ્ડોનો આરોપ હતો કે કોચે તેને રમવાનો સમય આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં પોતાનું વચન પાળ્યું નહોતું. જીસસે જોકે અગાઉ કોઈ કરાર હોવાનો ઇનકાર કર્યો હતો.

5 / 8
કેમ્પ છોડ્યા બાદ રોનાલ્ડોએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે પોર્ટુગીઝ ચાહકો અને ટીમના સાથી ખેલાડીઓની માફી પણ માંગી હતી અને સજા સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.

6 / 8
ફેડરેશને રોનાલ્ડોને 30 દિવસના પ્રતિબંધ ઉપરાંત €255નો દંડ કર્યો છે. આ તેની સામે લાગુ થઈ શકતી ન્યૂનતમ સજા હતી.

7 / 8
પ્રતિબંધ 1 ઓક્ટોબરથી ગણવામાં આવતા રોનાલ્ડો નવેમ્બરમાં પોર્ટુગલની આગામી મેચો માટે ઉપલબ્ધ રહેશે. 14 નવેમ્બરે પોર્ટુગલનો મુકાબલો ડેનમાર્ક સામે છે.

8 / 8
હવે રોનાલ્ડો ફરી પોર્ટુગલની ટીમમાં ક્યારે અને કેવી રીતે પરત ફરે છે તેના પર નજર રહેશે. અંતિમ નિર્ણય કોચ જીસસના હાથમાં રહેશે. (PC:PTI/X)

Published On - 4:28 pm, Tue, 20 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.