Commonwealth Games 2026: બોક્સિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ, જાસ્મીન લેમ્બોરિયાએ રચ્યો ઈતિહાસ

ભારતીય સ્ટાર બોક્સર જાસ્મીન લેમ્બોરિયાએ CWG 2026માં મહિલા 57 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. ફાઇનલમાં તેણે નોર્થન આયર્લેન્ડની માઇકેલા વોલ્શને એકતરફી મુકાબલામાં હરાવી હતી. વિશ્વ ચેમ્પિયન બાદ હવે કોમનવેલ્થ ચેમ્પિયન બની જાસ્મીને પોતાની સફળ કારકિર્દીમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

| Updated on: Aug 01, 2026 | 5:00 PM
1 / 5
CWG 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું. મહિલા 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં જાસ્મીન લેમ્બોરિયાએ નોર્થન આયર્લેન્ડની માઇકેલા વોલ્શને 5-0થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

2 / 5
જાસ્મીને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચાર વર્ષ બાદ તેણે પોતાના પ્રદર્શનમાં વધુ સુધારો કરીને ગ્લાસગોમાં સીધો ગોલ્ડ જીત્યો અને ભારતને વધુ એક મેડલ અપાવ્યો.

3 / 5
જાસ્મીન માટે યુનાઇટેડ કિંગડમ ભાગ્યશાળી સાબિત થયું છે. તેણે 2025માં લિવરપૂલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો અને હવે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ પણ પોતાના નામે કર્યો છે.

4 / 5
હરિયાણાના ભિવાનીની રહેવાસી જાસ્મીનને બોક્સિંગનો વારસો પરિવાર પાસેથી મળ્યો છે. તેના પરદાદા હવા સિંહ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા હતા, જ્યારે તેના કાકાઓએ તેને શરૂઆતથી તાલીમ આપી હતી.

5 / 5
જાસ્મીન 2022માં ભારતીય સેનાના મિલિટરી પોલીસ કોર્પ્સમાં કમિશન મેળવનારી દેશની પ્રથમ મહિલા બોક્સર બની હતી. હાલમાં તે નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવી રહી છે અને હવે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. (PC:X/SONY SPORTS NETWORK)

Published On - 4:58 pm, Sat, 1 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.