Breaking News: 34 વર્ષીય ખેલાડીનું ઊંઘમાં હાર્ટ એટેકથી મોત, રમતજગતમાં શોકની લાગણી

રમતગમત જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બ્રાઝિલના 34 વર્ષીય મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ એલન નાસિમેન્ટોનું ઊંઘ દરમિયાન હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. સવારે તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને તબીબી ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. UFCએ સત્તાવાર નિવેદન જારી કરીને તેમના નિધનની પુષ્ટિ કરી છે.

| Updated on: Aug 04, 2026 | 9:59 PM
1 / 5
બ્રાઝિલના ફ્લાયવેઇટ MMA ફાઇટર એલન નાસિમેન્ટોના અચાનક નિધનથી રમતગમત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. માત્ર 34 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે તેનું અવસાન થતાં ચાહકો અને સાથી ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા છે.

2 / 5
UFCના જણાવ્યા અનુસાર, એલન નાસિમેન્ટો 3 ઓગસ્ટની સવારે પોતાના રૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ડોકટરોની ટીમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘટનાસ્થળે જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

3 / 5
UFCએ સત્તાવાર નિવેદનમાં એલનના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સંસ્થાએ તેના યોગદાનને યાદ કરતાં કહ્યું કે એલન પ્રતિભાશાળી અને સમર્પિત ફાઇટર હતો.

4 / 5
એલને 2021માં UFCમાં ડેબ્યૂ કર્યું હતું. પાંચ વર્ષના કરિયરમાં તેણે ઓક્ટાગોનમાં 4 જીત અને 2 હારનો રેકોર્ડ નોંધાવ્યો. તેની છેલ્લી ફાઇટ 21 જૂન, 2026ના રોજ મિચ રાપોસો સામે હતી.

5 / 5
પ્રોફેશનલ MMA કારકિર્દીમાં એલન નાસિમેન્ટોએ કુલ 29 મુકાબલા રમ્યા હતા. જેમાં તેણે 22 જીત અને 7 હાર નોંધાવી હતી. તેના અચાનક નિધનથી MMA જગતે એક પ્રતિભાશાળી ફાઇટરને ગુમાવ્યો છે. (PC:X/UFC/MMA)

Published On - 9:58 pm, Tue, 4 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.