
પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 41 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે. રોનાલ્ડોએ તેની શાનદાર કારકિર્દીમાં 7 સૌથી મોટા રેકોર્ડ બનાવ્યા છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાનો વિશ્વ રેકોર્ડ છે. 146 ગોલ સાથે તેણે ઈરાનના અલી દાઈનો રેકોર્ડ તોડ્યો હતો.

રોનાલ્ડોએ 234 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. 2023માં તે 200 આંતરરાષ્ટ્રીય મેચો રમનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યો હતો.

રોનાલ્ડો 6 FIFA વર્લ્ડ કપમાં ગોલ કરનાર એકમાત્ર ફૂટબોલર છે. તેણે 2006, 2010, 2014, 2018, 2022 અને 2026 વર્લ્ડ કપમાં ગોલ કર્યા છે.

UEFA યુરો ફાઇનલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 14 ગોલ કરવાનો રેકોર્ડ પણ રોનાલ્ડોના નામે છે.

રોનાલ્ડોના નામે FIFA વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સૌથી વધુ 41 ગોલ કરવાનો રેકોર્ડ પણ સામેલ છે.

રોનાલ્ડોના નામે સતત 23 વર્ષ પુરુષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ઓછામાં ઓછો એક ગોલ કરવાનો વિશ્વ રેકોર્ડ છે.

આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરવાનો વિશ્વ રેકોર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે છે, રોનાલ્ડોએ કુલ 96 ગોલ કર્યા છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો વિશ્વ રેકોર્ડ પણ છે. ક્રિસ્ટિયાનોએ 142 આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ જીતી છે.(PC: PTI/X)
Published On - 5:43 pm, Thu, 5 November 26