National Games 2022: સ્વિમિંગમાં ગુજરાતની સ્વીમર માના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો, જુઓ ફોટો

|

Oct 05, 2022 | 1:23 PM

ગુજરાતની નૅશનલ ગેમ્સમાં અમદાવાદની ટોચની સ્વિમર માના પટેલે રંગ રાખ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્વિમિંગમાં માના પટેલે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.

1 / 6
36મા રાષ્ટ્રીય ખેલના રોમાંચ વચ્ચે રાજકોટમાં મંગળવારના રોજ એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં રસાકસી સર્જાઈ હતી. જેમાં કર્ણાટક રાજ્યે સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મેળવીને કુલ 17 મેડલ જીત્યા હતા.

2 / 6
400મીટર મીડલે-પુરુષની સ્પર્ધામાં મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ ગોલ્ડ, કેરાલાના સજન પ્રકાશે સિલ્વર તેમજ ગુજરાતના આર્યન નહેરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં કર્ણાટકાની હ્રીતિકા રામચંદ્રાએ ગોલ્ડ મધ્ય પ્રદેશની રીચા મિશ્રાએ સિલ્વર તથા મધ્યપ્રદેશની કન્યા નાયરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

3 / 6
200 મીટર બેકસ્ટ્રોક-પુરુષની સ્પર્ધામાં કર્ણાટકના ઉત્કર્ષ પાટિલે ગોલ્ડ , મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ સિલ્વર તથા કર્ણાટકના શિવા એસ.એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતની માના પટેલે ગોલ્ડ મેડલ બંગાળની સોબ્રતિ મોંડલએ સિલ્વર તથા મહારાષ્ટ્રની પલક જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4 / 6
  50 મીટર ફ્રી સ્ટાઈલ પુરુષોની સ્પર્ધામાં કર્ણાટકના શ્રી હરિ નટરાજે ગોલ્ડ તમિલનાડુના પવન ગુપ્તાએ સિલ્વર તથા સર્વિસિસના રુદ્રાંશ મિશ્રાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં મહારાષ્ટ્રની અવંતિકા ચ્વહાણે ગોલ્ડ , ગુજરાતની માના પટેલે સિલ્વર તથા આસામની શિવાંગી શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

5 / 6
જ્યારે 50 મીટર ફ્રી સ્ટાઈ-મહિલાઓની સ્પર્ધામાં  તેણે 26.60  સેકન્ડ સાથે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જો કે સાંજે ફાઈનલ સ્પર્ધામાં મહારાષ્ટ્રની અવંતિકા ચવ્હાણે માના પટેલનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ કાયમ કર્યો હતો.

6 / 6
એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓ રાજકોટમાં ચાલી રહી છે, તેમાં અગાઉના નેશનલ ગેમ્સના રેકોર્ડ રોજ તૂટી રહ્યા છે અને નવા નેશનલ રેકોર્ડ બની રહ્યા છે. આ સ્પર્ધાના ત્રીજા દિવસે ગુજરાતની સ્વીમર માના પટેલે પોતાનો જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.  માના પટેલે 200 મીટરબેક સ્ટ્રોક-મહિલાઓની સ્પર્ધા માત્ર 2 મિનિટ 19.74 સેકન્ડમાં પૂરી કરીને, પોતાનો2015ના વર્ષનો 2 મિનિટ 23.21 સેકન્ડનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

Published On - 1:00 pm, Wed, 5 October 22

Next Photo Gallery