
સ્પાઈસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે જણાવ્યું હતું કે, 'આ કરાર નાણાકીય સ્થિરતા તરફની અમારી સફરમાં બીજું મહત્ત્વનું પગલું છે. જિનેસિસ સાથેની વાટાઘાટો દ્વારા આ બાબતને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં અમને આનંદ થાય છે. "આ કરાર, જેમાં જિનેસિસનો સ્પાઇસજેટમાં ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવાનો સમાવેશ થાય છે, તે અમારી નાણાકીય જવાબદારીઓમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને અમારી બેલેન્સ શીટને વધુ મજબૂત કરશે."

અગાઉ, સ્પાઇસજેટે હોરાઇઝન એવિએશન, એન્જિન લીઝ ફાઇનાન્સ કોર્પોરેશન, એરકેસલ, વિલ્મિંગ્ટન ટ્રસ્ટ એસપી, શેનોન એન્જિન સપોર્ટ લિમિટેડ, એક્સપોર્ટ ડેવલપમેન્ટ કેનેડા સહિતના અન્ય લેસર્સ સાથેના વિવાદો પણ ઉકેલ્યા છે. તાજેતરમાં, સ્પાઈસજેટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં છેલ્લા 2 વર્ષથી 160.07 કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવી છે.
