Solar Eclipse 2021: નાસાએ શેયર કરી સૂર્યગ્રહણની તસ્વીરો, જોઈને બોલી ઉઠશો ‘વાહ’

|

Jun 11, 2021 | 7:45 PM

અમેરીકા, કેનેડા, ગ્રીનલેન્ડ, ઉત્તર કોરિયા અને સાઇબેરિયાના લોકોએ આંખો પર ચશ્મા લગાવીને સૂર્યગ્રહણનો નજારો માણ્યો

1 / 6
અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આંશિક અને પૂર્ણ સૂર્યગ્રહણની (Solar Eclipse 2021) તસ્વીરો શેયર કરી છે. આ સૂર્યગ્રહણ ફક્ત ઉત્તર ગોળાર્ધમાં જ જોવા મળ્યુ.

2 / 6
ભારતમાં લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં પણ આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યુ હતુ. દુનિયાના અન્ય દેશોની વાત કરીએ તો અમેરિકા, કેનેડા, ગ્રીનલેન્ડ, ઉત્તર કોરિયા અને સાઈબેરિયાના લોકોએ આંખો પર ચશ્મા લગાવીને સૂર્યગ્રહણનો નજારો માણ્યો.

3 / 6
અંતરિક્ષમાં થતી હલચલમાં રસ ધરાવતા લોકો આ સૂર્યગ્રહણને લઈને ખૂબ ઉત્તેજિત હતા, કારણ કે 6 મહિના બાદ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું હતુ. આની પહેલા ડિસેમ્બર 2020માં પહેલીવાર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આ રીતે જોવા મળ્યો હતો.

4 / 6
NASA દ્વારા શેયર કરવામાં આવેલી આ તસ્વીરોમાં જોવા મળે છે કે, જેવો પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવ્યો કે એક પડછાયો પડવા લાગ્યો. જોકે ચંદ્ર સંપૂર્ણ પણે સૂર્યને ઢાકવામાં નિષ્ફળ રહ્યો હતો જેને કારણે ચંદ્રના પડછાયાની આજુબાજુ સૂર્ય પ્રકાશ જોવા મળ્યા પરિણામે 'રિંગ ઓફ ફાયર'નો અદ્ભૂત નજારો જોવા મળ્યો.

5 / 6
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ તસ્વીરો શેયર કરતા લખ્યુ કે, આજે ઉત્તર ગોળાર્ધના કેટલાક ભાગમાં આંશિક અથવા તો ગોળ સૂર્યગ્રહણ જોવા મળ્યો. આ છે પૂર્વીય તટ પરથી ખેંચવામાં આવેલી કેટલીક તસવીરો. નાસાએ લોકોને પણ તેમણે પાડેલા ફોટોઝ શેયર કરવા જણાવ્યુ.

6 / 6
કેનેડાના ઓન્ટારિયોમાં સૂર્યોદયની સાથે જ સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો. આ સૂર્યગ્રહણ સૌથી સારી રીતે ગ્રીનલેન્ડમાં જોવા મળ્યુ. 100 મિનીટ સુધી રહેલા સૂર્યગ્રહણ દરમિયાન 3 મિનિટ અને 51 સેકન્ડ સુધી રિંગ ઓફ ફાયર જોવા મળી.

Next Photo Gallery