
આ દરમિયાન, શેફાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોહેલ સાથેની તસવીરો શેર કરી છે. આ તસવીરો વાનખેડે સ્ટેડિયમની છે.

તમને જણાવી દઈએ કે શેફાલી બગ્ગાને બિગ બોસ 13થી નામ અને ખ્યાતિ મળી. તે એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે. તે હોસ્ટિંગ પણ કરે છે અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે. તે છેલ્લે દિગ્વિજય રાઠી સાથે મ્યુઝિક વીડિયો બેપરવાહિયામાં જોવા મળી હતી.

સોહેલની વાત કરીએ તો, તેના ત્રણ વર્ષ પહેલા સીમા સચદેવ સાથે છૂટાછેડા થયા હતા. ત્યારે હવે સોહેલને શેફાલી સાથે જોઈ લોકો તેના ડેટિંગની ચર્ચા કરવા લાગ્યા છે.