
બ્લડ સર્કુલેશન સુધારે : ઠંડુ પાણી ચહેરામાં રક્ત પરિભ્રમણને ઉત્તેજીત કરી શકે છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરી શકે છે અને તમારા ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. આ વધેલા રક્ત પરિભ્રમણ ત્વચાના કોષોને પોષક તત્ત્વો પહોંચાડવામાં પણ મદદ કરે છે અને એકંદર ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

ચેહરાના છિદ્રોને ટાઈટ કરે : ઠંડુ પાણી પહેરા પરના પોર્સ એટલે કે રોમ છિદ્રોને ટાઈટ કરવામાં મદદ કરી શકે છે, તમારી ત્વચાને સોફ્ટ અને મુલાયમ બનાવે છે. આથી ગંદકી જે ખુલી ગયેલા છિદ્રોમાં ભરાઈ જવાથી અટકે છે અને ચેહરાને ધૂળના કારણે મેલો થઈ કાળો પડતા અટકાવે છે

સ્કિનને ફ્રેસ રાખે : ઠંડા પાણીની ખૂબ જ સારી અસર ચહેરા પર થાય છે. આ સાથે તમે તાજગી અનુભવો છો અને તમારી ત્વચા એકદમ ફ્રેશ લાગે છે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં, તમારા ચહેરાને બરફના પાણીમાં ડુબાડવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

નોંધ : કોઈપણ ઉપાય અપનાવતા પહેલા, તમારે તમારી ત્વચાના પ્રકાર અને તે વસ્તુ વિશે જાણવું જોઈએ. બરફના કારણે કોઈને ઠંડી પણ લાગી શકે છે. તેથી, જો તે તમને અનુકૂળ હોય તો જ આ ઉપાય અજમાવો. બરફનું પાણી રક્ત પરિભ્રમણને અસર કરે છે. તેથી જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો. તેથી નિષ્ણાતની સલાહ વિના આ રેસીપી અજમાવો નહીં.