
રાત્રે સૂતા પહેલા માઈલ્ડ ફેસ વોશથી ચહેરો સાફ કરો. તે પછી ત્વચા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તે તમારી ત્વચા પર જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરો ધોયા વગર સૂઈ ગયા પછી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સ્વસ્થ આહાર - ત્વચાને ઊંડે સુધી પોષણ આપવા માટે સ્વસ્થ આહાર લો. આવા ખોરાકને આહારમાં સામેલ કરી શકાય જે વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય. તમે આહારમાં લીલા શાકભાજી, દહીં અને મોસમી ફળોનો સમાવેશ કરી શકો છો.