
શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરે 19 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા. બંને પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

હવે લગ્ન બાદ શિબાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામની આગળ ફરહાનની સરનેમ લગાવી છે. તેનું નામ હવે શિબાની દાંડેકર અખ્તર છે. આ સાથે તેણે બાયોમાં મિસિસ અખ્તર લખ્યું છે.

હાલમાં જ શિબાની અને ફરહાનની મહેંદી સેરેમનીનો એક ફોટો સામે આવ્યો છે જેમાં શિબાની અભિનેતાના હાથ પર મહેંદી લગાવતી જોવા મળી રહી છે.

શિબાનીએ રેડ કલરનો ગાઉન પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ફરહાને બ્લેક કલરનો સૂટ પહેર્યો હતો.

તમને જણાવી દઈએ કે શિબાની અને ફરહાન ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને હવે બંનેએ લગ્ન કરીને પોતાના સંબંધોને સત્તાવાર કરી દીધા છે.