
આ સ્થિતિ આત્મા માટે તીવ્ર ભૂખ, તરસ અને વિલાપનું કારણ બને છે. ગરુડ પુરાણમાં જણાવાયું છે કે મૃત્યુના 24 કલાકની અંદર, યમદૂતો આત્માને થોડા સમય માટે યમલોક લઈ જાય છે, જ્યાં તેને તેના જીવનના પાપો અને પુણ્યનો હિસાબ બતાવવામાં આવે છે. આ પછી, આત્માને તે જ જગ્યાએ પાછો છોડી દેવામાં આવે છે જ્યાંથી તે શરીર છોડીને ગયો હતો. આ 13 દિવસના સમયગાળા દરમિયાન, આત્મા યમલોકની અંતિમ યાત્રા માટે તૈયારી કરે છે અને તેના કર્મોના પરિણામોને સમજવાનો પ્રયાસ કરે છે. આ 13 દિવસો દરમિયાન, પરિવાર દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધ વિધિઓ, પિંડ દાન, તર્પણ અને બ્રાહ્મણ ભોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ કાર્યો આત્માને ભૂત જગતમાંથી મુક્ત કરે છે અને તેને તેની આગળની યાત્રા માટે શક્તિ અને માર્ગદર્શન પૂરું પાડે છે. જો આ કાર્યો ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં ન આવે, તો આત્માને યમલોક સુધી પહોંચવામાં ઘણું દુઃખ સહન કરવું પડી શકે છે અને તે ભૂત જગતમાં ભટકતો રહી શકે છે. ગરુડ પુરાણ કહે છે કે જે મૃતકનું પિંડદાન કરવામાં આવતું નથી, તેને યમદૂતો 13 મા દિવસે બળજબરીથી યમલોકમાં ખેંચી જાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલો અહેવાલ ગરૂડ પુરાણ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો)