
FY25 ના પ્રથમ છ મહિનામાં પરિણામો કેવા રહ્યા?- પૂનાવાલા ફિનકોર્પનો ખર્ચ એપ્રિલ-સપ્ટેમ્બર 2024ના અર્ધવાર્ષિક ગાળામાં વધીને રૂ. 2,233.16 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ રૂ. 876.42 કરોડ હતો. કામગીરીમાંથી એકીકૃત આવક સપ્ટેમ્બર 2023ના અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 1,431.40 કરોડથી વાર્ષિક ધોરણે વધીને રૂ. 1,966.46 કરોડ થઈ છે. નેટ કોન્સોલિડેટેડ ખોટ રૂ. 179.40 કરોડ રહી હતી, જે એક વર્ષ અગાઉ એપ્રિલ-સપ્ટેમ્બર અર્ધમાં રૂ. 1,086.22 કરોડનો નફો હતો.
