
અરવલ્લી જિલ્લામાં ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલ શામળાજી મંદિરને પણ સુંદર સજાવવામાં આવ્યુ છે. અદ્ભુત રોશની વડે મંદિર મનમોહી લેતુ જોવા મળી રહ્યુ છે.

શામળાજીમાં અદ્ભૂત નજારો સર્જાયો છે. આ માટે પહેલાથી જ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ અને રામ મંદિર મહોત્સવને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.

ભગવાન શામળિયાને પણ સોમવારે સુંદર વસ્ત્રો અને સુવર્ણ, હિરા જડિત શણગારથી સજ્જ કરવામાં આવશે. આમ અદ્ભૂત દર્શનનો લ્હાવો સોમવારે ભક્તોને મળશે.

શામળાજી મંદિર પરિસરમાં સવારથી સાંજ સુધી ભજન મંડળી સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. સોમવારે ભક્તોની ભીડ પણ મોટી સંખ્યામાં ઉમટશે અને ઉજવણીમાં હિસ્સો લેશે અને ભગવાનના દર્શન કરશે.