
રાની ચેટર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મેકઅપ વગરની કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોઈને તેના ચાહકોને તેની સાદગીના વખાણ કરી રહ્યા છે. તે મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.

તસવીરો શેર કરતાં રાનીએ કેપ્શનમાં લખ્યું છે કે હું ઘણી સકારાત્મકતા સાથે કામ પર પરત ફરી રહી છું. આ તસવીર તેણે શૂટિંગ સેટ પર ખેંચી છે.

આ તસવીરોમાં રાની તેના મેકઅપ રૂમમાં જોવા મળી રહી છે. અને તેણે મેકઅપ પહેલા લીધેલી સેલ્ફી અપલોડ કરી છે.

રાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, આજકાલ સોશિયલ મીડિયા પર તેની ફિટનેસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. રાનીએ ઘણું વજન ઘટાડ્યું છે.

રાનીએ હાલમાં જ તેની આગામી ફિલ્મ 'ભાભી મા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેની ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.