TV9 GUJARATI | Edited By: Bhavyata Gadkari
Feb 24, 2022 | 6:01 PM
યુક્રેન પર સતત રશિયન સૈન્ય હુમલા બાદ દેશભરમાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રશિયાએ યુક્રેનના 11 શહેરો પર હુમલો કર્યો છે, જેમાં ઓડેસાને સૌથી વધુ નુકસાન થયું છે.
જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે, ત્યારે રશિયા સતત યુક્રેનના લશ્કરી થાણાઓને નષ્ટ કરી રહ્યું છે.
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને કારણે લોકો ગભરાટમાં આવી ગયા છે અને સલામત સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રશિયન હુમલા બાદ યુક્રેનના ઘણા વિસ્તારોમાં આગની જ્વાળાઓ પણ જોવા મળી હતી.
રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનિયન નેશનલ ગાર્ડનું મુખ્યાલય નષ્ટ થઈ ગયું છે. યુક્રેનની સેનામાં ઘણી જાનહાનિ થઈ છે.
રશિયા યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે, જેના કારણે ઘણું નુકસાન થયું છે.
રશિયાએ દાવો કર્યો છે કે આ હુમલાઓ યુક્રેનિયન નાગરિકોની સુરક્ષા માટે છે, જોકે યુક્રેનનું માનવું છે કે રશિયન ગોળીબારમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 9 ઘાયલ થયા છે.
રશિયન હુમલાના ડરથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે, જેના કારણે ઘણા સ્થળોએ ભારે જામ થઈ ગયો છે.
રોયટર્સે દાવો કર્યો છે કે યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે કહ્યું હતું કે જે કોઈ પણ હથિયાર ઉઠાવવા માટે તૈયાર અને સક્ષમ છે તે ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સની રેન્કમાં જોડાઈ શકે છે.