ઈતિહાસમાં પ્રથમ વખત સાઉદીના ઊંટ રણની બદલે બરફ પર ચાલ્યા,રણમાં થઇ હિમવર્ષા,જુઓ તસવીરો
સાઉદી અરેબિયાના અલ-જૌફ ક્ષેત્રમાં ભારે વરસાદ અને કરાના કારણે અચાનક હિમવર્ષા થઈ હતી, આ વિસ્તારમાં પ્રથમ વખત હિમવર્ષા જોવા મળી છે. ગયા બુધવારથી શરૂ થયેલા વરસાદ પછી અહિં વર્ષા શરૂ થઇ હતી
1 / 6
સાઉદી અરેબિયાના રણમાં પ્રથમ વખત હિમવર્ષા થઈ છે. સામાન્ય રીતે તેલના ભંડાર અને રણ માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં એટલી બધી હિમવર્ષા થઈ છે કે આખું રણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે.
2 / 6
સાઉદી અરેબિયાના અલ-જૌફ ક્ષેત્રમાં ભારે વરસાદ અને કરાના કારણે અચાનક હિમવર્ષા થઈ હતી, આ વિસ્તારમાં પ્રથમ વખત હિમવર્ષા જોવા મળી છે. ગયા બુધવારથી શરૂ થયેલા વરસાદ પછી અહિં વર્ષા શરૂ થઇ હતી, અને રણ પર બરફની ચાદર પથરાઇ ગઇ હતી.
3 / 6
સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર અલ-જૌફ ક્ષેત્રમાં આટલી હિમવર્ષા ઈતિહાસમાં પહેલા ક્યારેય થઈ નથી. પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ અસામાન્ય હવામાન ઘટનાએ માત્ર ત્યાંનું દ્રશ્ય જ બદલ્યું નથી, પરંતુ નદીઓ અને ધોધને પણ નવું જીવન આપ્યું છે, જેના કારણે ખીણો ભરાઈ ગઈ છે અને નદીઓ ફરીથી વહેવા લાગી છે.
4 / 6
તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી- જ્યારે આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા તો દરેકે ક્લાઈમેટ ચેન્જ વિશે વાત કરવાનું શરૂ કર્યું. લોકો સોશિયલ મીડિયા પર બરફથી ઢંકાયેલા રણના વીડિયો અને તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જેણે દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. યુઝર્સ આ તસવીરો અને વીડિયોને માત્ર શેર જ નથી કરી રહ્યાં પરંતુ તેના પર વિવિધ પ્રકારના રિએક્શન પણ આપી રહ્યાં છે.
5 / 6
સાઉદી અરેબિયાની હવામાન એજન્સીએ ચેતવણી જાહેર કરી છે- સાઉદી અરેબિયાની હવામાન એજન્સીએ હવે અણધારી હિમવર્ષાને પગલે નાગરિકોને આગામી દિવસોમાં વધુ ખરાબ હવામાન માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. જોરદાર પવન, કરા અને વાવાઝોડાનું અનુમાન છે,જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ શકે છે અને મુસાફરીમાં વિલંબનું કારણ બની શકે છે.
6 / 6
બીજી તરફ, COP29 ક્લાઈમેટ સમિટ માટે વિશ્વભરના નેતાઓ બાકુમાં ભેગા થઈ રહ્યા છે. જ્યાં સાઉદી અરેબિયાના રણમાં થયેલી હિમવર્ષાની ચર્ચા પણ શક્ય છે, જે ક્લાઈમેટ ચેન્જની સૌથી મોટી ઘટનાઓમાંની એક છે. આ દુર્લભ હવામાન ઘટનાએ COP29માં ચર્ચાઓને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી દીધી છે, જ્યાં લગભગ 200 દેશોના નેતાઓ આબોહવા પરિવર્તનની વધતી જતી અસરો અંગે ચર્ચા કરવા ભેગા થઈ રહ્યા છે. COP29 નું આયોજન બાકુમાં 11-22 નવેમ્બર દરમિયાન થઈ રહ્યું છે.