સુરતના સરસિયા ખાજાની બોલબાલા હવે દેશમાં જ નહીં વિદેશમાં પણ, ખાજાની જયાફત માણવા સુરતીઓ લગાવે છે લાંબી લાઈનો, જુઓ Photos

|

Jun 11, 2023 | 7:56 PM

Surati Khaja: સુરત શહેરમાં ખાસ એક રિવાજ છે કે દીકરી અને જમાઈને કેરી ગાળો કરવા માટે બોલાવવામાં આવે છે. જેમાં રસ, પુરી ,પાતરા અને ઈદડાની સાથે અચૂકપણે જમાઈને ખાજા જમાડવામાં આવે છે.

1 / 5
સુરતના લોકો ખાણીપીણીના ખૂબ જ શોખીન છે, સુરતના ખાજાની બોલબાલા માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જોવા મળે છે, બારેમાસ મળતા ખાજાને સુરતીઓ કેરીના રસ સાથે માણે છે અસલ સુરતી ટેસ્ટ સરસિયા ખાજાની ડિમાન્ડ ચોમાસાની સિઝનમાં સૌથી વધુ રહે છે.

2 / 5
ચોમાસુ અઠવાડિયા બાદ બેસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે દુકાનદારો દ્વારા ખાજાનું વેચાણ વધારે શરૂ કરી દેવામાં આવ્યુ છે. સરસિયા ખાજા ખાવા માટે સુરતીઓ લાંબી લાઈનમાં ઊભા રહીને ખાજા લે છે.

3 / 5
સુરત શહેરમાં ખાસ એક રિવાજ છે કે દીકરી અને જમાઈને કેરી ગાળો કરવા માટે બોલાવવામાં આવે છે. જેમાં રસ, પુરી ,પાતરા અને ઈદડાની સાથે અચૂકપણે જમાઈને ખાજા જમાડવામાં આવે છે. હવે તો નાના ગેટ ટુ ગેધરથી લઈને લગ્ન પ્રસંગોમાં પણ સુરતી ખાજાની મઝા માણવામાં આવે છે.

4 / 5
સરસીયા ખાજાની ખાસિયત એ છે કે એના ઉપર લીંબુ નાખીને સરસિયા ખાજા ખાવામાં આવે છે, ખાજાની ડિમાન્ડ વધતા ખાજામાં પણ હવે અનેક પ્રકારની ફ્લેવર આવવા માંડી છે, મોળા ખાજા, મીઠા ખાજા, મેંગો ખાજા અને હવે તો ચોકલેટ ખાજા પણ માર્કેટમાં વેચાવા લાગ્યા છે.

5 / 5
હવે તો સુરતી ખાજા દેશ વિદેશમાં પાર્સલ દ્વારા પણ મોકલવામાં આવે છે.

Next Photo Gallery