સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારાની સાથે તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન છે. બંને કાશ્મીરમાં રજાઓ માણી રહ્યા છે. આ વેકેશન દરમિયાન બંને ખૂબ જ ખુશ અને મસ્તી કરતા જોવા મળે છે.
સારાએ શેર કરેલી તસવીરો ખૂબ જ સુંદર છે. આખું કાશ્મીર બરફની ચાદરથી ઢંકાયેલું જોવા મળે છે. લોકેશન ખુબ જ શાનદાર છે.
સારા સાથે આ વેકેશનમાં ભાઈ તો છે જ પણ તેના કેટલાક મિત્રો પણ છે. તે તેના મિત્રો સાથે સ્નો ટેડી બનાવવાની મજા માણી રહી છે.
સારાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ 'અતરંગી રે'માં કામ કર્યું હતું. તેમના કામના ખૂબ વખાણ થયા. આ ફિલ્મમાં તેણે બિહારી યુવતીનું પાત્ર ભજવ્યું હતું.
'અતરંગી રે' એક્ટ્રેસે આ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે ઘર ત્યાં છે જ્યાં ભાઈ છે. આ ભાઈ-બહેનો કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે છે. ત્યાં તેઓ બરફ સાથે રમતા અને આનંદ માણતા જોવા મળે છે.