સંકષ્ટી ચતુર્થીના દિવસે સૌ પ્રથમ પૂજા સ્થાનને ગંગા જળથી શુદ્ધ કરો. ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્રને સ્વચ્છ પાટલા પર સ્થાપિત કરો. બાપ્પાની મૂર્તિને ગંગાજળ, દૂધ, દહીં, મધ, ઘી વગેરેથી અભિષેક કરો. કુમકુમ, રોલી અને ચંદનથી મૂર્તિને શણગારો અને ફૂલોથી માળા ચઢાવો. ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશને મોદક, દુર્વા અને અન્ય પ્રસાદ ચઢાવો. અને “ઓમ ગણેશાય નમઃ” મંત્રનો જાપ કરો અને ભગવાન ગણેશની આરતી કરો. રાતે ચંદ્રમાના દર્શન કે અર્ઘ્ય ચઢાવી અને પછી ઉપવાસ તોડવો.