
18 વર્ષના વિદ્યાર્થીની કરી મદદ કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ તેમના પરિવારો ગુમાવ્યા છે. કર્ણાટકના 18 વર્ષના વિજ્ઞાનના વિદ્યાર્થીના પિતાનું પણ અવસાન થયું. યુવકે સલમાન ખાનને મદદ માટે વિનંતી કરી હતી.

માહિતી મળતા જ સલમાન ખાને તરત જ આ છોકરાના ઘરે રાશન અને તેના શિક્ષણ સાથે જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ મોકલી આપી હતી. શિવસેના યુવા મોરચાના નેતા રાહુલ કણાલે સોશિયલ મીડિયા પર કહ્યું કે આનો તમામ શ્રેય બીઇંગ હ્યુમન ફેન ક્લબ અને અવર બીઇંગ હ્યુમન સલમાન ખાનને જાય છે.