
ગ્રામ પંચાયત દ્વારા ફળાઉ વૃક્ષોના ફળને સિઝન મુજબ હરાજી કરીને આપવામાં આવે છે, તો નિલગીરી અને અરડૂસા જેવા વૃક્ષોના લાકડાને પણ વેચીને ગ્રામ પંચાયત આવક રળી રહ્યુ છે. આમ ગામ દ્વારા વૃક્ષોનો ઉછેર કરવા સાથે આવક રળી આપતા વૃક્ષોથી મોટી આવકની કમાણી રાજયના વનવિભાગની યોજનાઓ થકી કરી રહ્યુ છે.

વનવિભાગ દ્વારા રાજ્ય સરકારની યોજનાઓની સાથે ગામમાં વૃક્ષોનો ઉછેર ગામની ગૌચર અને પડતર જમીનમાં કરવામાં આવી રહ્યો છે. લગભગ 35 હજાર વૃક્ષોનો ઉછેર વનવિભાગની યોજના હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી ગામની પ્રાકૃતિક સુંદરતા વધવા સાથે આવક પણ થઈ રહી છે.

વનવિભાગના પ્રિયંકા પટેલ કહે છે, કે આ ગામે વિસ્તારમાં અદ્ભૂત ઉદાહરણ પુરુ પાડ્યુ છે અને પ્રોત્સાહન અન્ય ગામોને આપ્યુ છે. ગામના અગ્રણી કૌશિક સુથાર કહે છે કે, આનાથી ગામના લોકોને તાજા ફળ મળવા સાથે ગ્રામ પંચાયતને પણ વિકાસ માટે મોટી આવક ફળાઉ વૃક્ષોથી થઈ છે. આસપાસના અનેક ગામડાના લોકો પણ મુલાકાત લે છે અને પ્રેરણા મેળવે છે. ગામનુ વાતાવરણ વૃક્ષોને લઈ ખૂબ જ સુંદર અને શુદ્ધ હવા ધરાવતુ રહે છે.
Published On - 9:11 pm, Wed, 9 August 23