
રોયલ એનફિલ્ડના જણાવ્યા અનુસાર, ડીલને વધુ સારી બનાવવા માટે જે કોઈ શોટગન 650 લિમિટેડ એડિશન ખરીદશે તેને એક વિશિષ્ટ ICON ડિઝાઇન કરેલું જેકેટ પણ આપવામાં આવશે.

તેની કિંમત વિશે વાત કરીએ તો, તેની એક્સ-શોરૂમ કિંમત 4.25 લાખ રૂપિયા છે. આ એડિશનમાં 648cc પેરેલલ-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. જે 46.3HP અને 52.3Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. તે 6-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે.

ભારતીયો માટે RE એપ પર નોંધણી 6 ફેબ્રુઆરી, 2025થી શરૂ કરવામાં આવી છે. દરેક દેશને ફક્ત 25 યુનિટ મળશે. વિવિધ દેશોમાં બુક કરાવનારા પહેલા 25 લોકો જ તેના માલિક બની શકશે.