પ્રીમિયમ લુક, પાવરફુલ એન્જિન…ભારતમાં વધુ એક Royal Enfield બાઇકની એન્ટ્રી
નવા વર્ષ પહેલા જ Royal Enfieldએ ભારતીય ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ 350ccમાં નવી મોટરસાઇકલ લોન્ચ કરી છે, જેનું નામ Goan Classic 350 છે. ત્યારે આ લેખમાં રોયલ એનફિલ્ડની નવી બાઇકની કિંમત અને ફીચર્સ સહિતની માહિતી આ લેખમાં જણાવીશું.
1 / 6
Royal Enfieldએ ભારતીય બાઇક માર્કેટમાં એક નવી બાઇક લોન્ચ કરી છે. નવા વર્ષ પહેલા ભારતીય ગ્રાહકોને ‘Goan Classic 350’ના રૂપમાં એક નવી ભેટ મળી છે. આ 350cc સેગમેન્ટમાં Royal Enfieldની નવી બાઇક છે.
2 / 6
રોયલ એનફિલ્ડની નવી મોટરસાઇકલમાં સિંગલ-સીટ લેઆઉટ, મિની-એપ હેંગર હેન્ડલબાર જેવા ફીચર્સ છે. આ મોટરસાઇકલમાં પાછળની સીટ વૈકલ્પિક છે, જે રાઇડરની સીટના બેઝ પર ઇન્સ્ટોલ કરી શકાય છે.
3 / 6
આ સિવાય Royal Enfieldએ Goan Classic 350માં રિમ્સ ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે, જે 350cc સેગમેન્ટમાં પહેલીવાર અપાયું છે. આ બાઈકમાં પાછળનું વ્હીલ 16-ઇંચનું છે. તે 19 ઇંચના ફ્રન્ટ વ્હીલ સાથે આવે છે.
4 / 6
Goan Classicમાં રોયલ એનફિલ્ડની પ્રીમિયમ 650cc રેન્જ જેવા મેટલ સ્વિચ ક્યુબ્સ છે. તેને ચાર આકર્ષક રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યું છે. તેની સીટની ઊંચાઈ 750 મીમી છે.
5 / 6
Goan Classic 350માં 349cc એન્જિન છે, જે 20.2 hp અને 27 Nm ટોર્ક જનરેટ કરે છે. મુખ્ય ચેસિસમાં પણ કોઈ ફેરફાર નથી અને તેનું કર્બ વજન 197 કિગ્રા છે. તેમાં 13 લીટરની ફ્યુઅલ ટેન્ક હશે.
6 / 6
Royal Enfield Goan Classic 350ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 2.35 લાખથી રૂ. 2.38 લાખની વચ્ચે છે. આ 350cc સેગમેન્ટમાં Royal Enfieldની સૌથી મોંઘી બાઇક છે. Royal Enfield Classic 350ની સરખામણીમાં Goan Classic 350 મોટરસાઇકલ 42,000 રૂપિયા મોંઘી છે.