
રસ્તા પર તમે જઈ રહ્યા છો અને વચ્ચેની લાઈનોમાં ગેપ હોય તો આ સુરક્ષિત રસ્તો છે. એટલે કે આ રસ્તા પર તમે વાહનને ઓવરટેક કરી શકો છો.

પરંતુ જો રસ્તા પર પર તમને એકધારી સીધી સફેદ લાઇન જોવા મળે જેમાં કોઈ બ્રેક ન હોય તો સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે આવા રસ્તા પર તમે ઓવર ટેક કરી તો શકો છો. પરંતુ સાવધાની થી કરવો જોઈએ કારણ કે આ લાઇન સૂચવે છે અહીં અગાઉ અકસ્માત થયા છે.

જો તમને રસ્તા પર ડબલ લાઇન દેખાય છે. તો તેનો મતલબ છે કે, અહીં કઈ પણ થાય તમારે ઓવરટેક નથી કરવાનો કારણ કે અહીં અવાર નવાર અકસ્માત થતાં હોય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. RTO ના નિયમોનું પાલન કરવું જરૂરી છે.