ભારત ઈતિહાસ રચવા તરફ માત્ર એક કદમ દુર, પાકિસ્તાનને પાછળ છોડશે

|

Nov 27, 2023 | 10:53 AM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી20 મેચની સિરીઝ ઘરઆંગણે ચાલી રહી છે. સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળી રહ્યો છે. શરુઆતની બંને મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતીય બેટર્સે શાનદાર પ્રદર્શન કરતા વિશાળ રન ચેઝ પ્રથમ મેચમાં કર્યો હતો અને બીજી મેચમાં વિશાળ લક્ષ્ય ખડક્યુ હતુ. આ બંને જીત સાથે જ ભારતે એક વિક્રમની બરાબરી કરી લીધી છે. હવે એક જીત ઈતિહાસ રચશે.

1 / 6
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાં સતત બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. ભારતીય ટીમ હવે સિરીઝમાં 2-0 થી આગળ થઈ ચુકી છે. બંને મેચમાં જીત સાથે જ ભારતીય ટીમ T20 ફોર્મેટમાં જીત મેળવવાની યાદીમાં હવે એક રેકોર્ડની બરાબરી પર પહોંચી છે. હવે પાકિસ્તાનને પાછળ છોડવા માટે બસ એક જ જીતની જરુર છે.

2 / 6
વાત આંતરરાષ્ટ્રીય T20 મેચમાં જીતની છે. અત્યાર સુધીમાં T20 ફોર્મેટમાં માત્ર ત્રણ જ ટીમ 100 કે તેથી વધારે મેચ જીતવામાં સફળ રહી છે. જેમાં ભારત અને પાકિસ્તાન સૌથી આગળ છે. જ્યારે ત્યાર બાદ ન્યુઝીલેન્ડનુ સ્થાન છે.

3 / 6
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 135 આંતરરાષ્ટ્રીય T20 મેચમાં જીત મેળવી છે. ભારતે 211 મેચ રમીને આ જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાન અત્યાર સુધીમાં 236 મેચ રમીને 135 મેચમાં જીત નોંધાવી છે. આમ ભારત ઓછી મેચમાં સૌથી વધારે જીત મેળવવામાં સફળ રહ્યુ છે.

4 / 6
ઓસ્ટ્રેલિયાને રવિવારે તિરુવનંતપુરમમાં ભારતે હાર આપવા સાથે જ ભારતીય ટીમ બીજા સ્થાનથી આગળ વધીને પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પાકિસ્તાન અને ભારત 135 મેચ જીતીને હાર બરાબરી પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની હજુ 3 મેચ બાકી છે અને તેમાં જીત ભારતને સૌથી આગળ રહેવામાં વધારે મજબૂત બનાવી શકે છે.

5 / 6
ભારત અને પાકિસ્તાન બાદ ન્યૂઝીલેન્ડની ટીમ T20 ફોર્મેટમાં 100 કરતા વધારે મેચ જીતવાની યાદીમા સામેલ છે. કિવી ટીમ અત્યાર સુદીમાં 200 મેચ રમી ચૂક્યુ છે અને જેમાં તેણે 102 મેચમાં જીત મેળવી છે.

6 / 6
ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધારે મેચ જીતવાની યાદીમાં પાંચમા ક્રમાંકે છે. કિવી બાદ ચોથા ક્રમે દક્ષિણ આફ્રિકાની ટીમ છે. જે 95 મેચમાં જીત ધરાવે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 94 મેચમાં જીત સાથે પાંચમાં ક્રમે છે. ઈંગ્લેન્ડ 92 મેચ, શ્રીલંકા 79 મેચ, વેસ્ટ ઈન્ડિઝ 76 અને અફઘાનિસ્તાન 74 મેચ T20 ફોર્મેટમાં નોંધાવી ચૂક્યા છે.

Next Photo Gallery