લાંબા વાળ અને ખતરનાક અંદાજ ! ‘ધુરંધર’ ફિલ્મથી રણવીર સિંહનો લુક થયો Leak, જુઓ-Photo

રણવીરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોયા પછી લોકોને 'એનિમલ'ના રણબીર કપૂર અને 'પઠાણ'ના શાહરૂખ ખાનની યાદ આવી ગઈ છે.

| Updated on: Jan 02, 2025 | 9:52 AM
4 / 5
વાયરલ થઈ રહેલી તસવીરોમાં રણવીર સિંહ લાંબી દાઢી, સૂટ-બૂટ અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર 'ધુરંધર'ના સેટની છે. આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ સરદાર ગેટઅપમાં જોવા મળશે. એટલું જ નહીં, 24 સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રણવીર સિંહ ખુલ્લા લાંબા વાળ સાથે જોવા મળી શકે છે. તેના હાથમાં સિગારેટ પણ દેખાઈ રહી છે.

5 / 5
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેમાં રણવીર સિંહ સિગારેટ પીતો ફરતો જોવા મળે છે. એક માણસ બાળકને લઈને આવે છે અને તેને વાનમાં બેસાડે છે. દ્રશ્ય જોઈને લાગે છે કે બાળકનું અપહરણ થઈ રહ્યું છે. આ વીડિયો અને તસવીરો જોયા બાદ ચાહકોનું કહેવું છે કે રણવીરનો સરદાર લૂક 'એનિમલ'ના રણબીર કપૂર સાથે મેચ થાય છે. ખુલ્લા લાંબા વાળ સાથે તેને જોઈને 'પઠાણ'ના શાહરૂખ ખાનની પણ યાદ અપાવે છે. આ સિવાય રણવીર સિંહના લાંબા વાળનો લુક પણ તેના ખિલજી પાત્રને દર્શાવે છે.