
રાસ રમતા સમયે આ કિશોરીઓમાં એક અલગ જ શક્તિ જોવા મળે છે. આ ગરબી મંડળની દિકરીઓ 20 મિનિટ સુધી પોતાના મસ્તક પર ધારણ કરે છે. આ બાળાઓ ડર રાખ્યા વગર રાસ રમે છે. આ રાસ નવરાત્રિના 3જા, 6ઠ્ઠા અને 9મા નોરતા ના દિવસે આ રાસ બાળાઓ દ્વારા રમવામાં આવે છે.

આ રાસ દરમિયાન બાળાઓને કોઈ તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવે છે. ફાયર સેફટીના સાધનો સાથે પાંચ પાંચ સ્વયં સેવકો પણ ખડેપગે રહે છે.આ રાસ જોવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

પ્રાચીન ગરબીમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબે રમતી હોય છે, ત્યારે પરંપરાગત વસ્ત્રો પણ મંડળ દ્વારા જ આપવામાં આવે છે. જ્યારે નવમા નોરતે દરેક બાળકોને 8 હજાર 10 હજારસુધીની લ્હાણી પણ આપવામાં આવે છે.