
ગુજરાતની ગૌરવપૂર્ણ લોકસંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે વિભાગ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્ય પૂર્ણ કૃતિઓ રજુ કરાઈ હતી. આ કૃતિઓની મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કોઈ સીડી-ડીવીડી, યુ.એસ.બી. કે રેકોર્ડિંગ વિના જ પરંપરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘુમનાર બહેનો જ રાસ-ગરબા રમતા રમતા ગીતો પણ જાતે જ ગાયા હતા. આમ, તમામ રાસ અને ગરબાઓની પરંપરાગત પ્રસ્તુતિ કરાઈ હતી.

આજની આ સ્પર્ધામાં અલગ-અલગ કુલ 18 ટીમોના 360 થી વધુ સભ્યોએ ભાગ લીધો. જે પૈકી પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે એમ એન વિરાણી કોલેજ, બીજા ક્રમે જય મહાલક્ષ્મી ગૃપ અને ત્રીજા ક્રમે ચામુંડા ગૃપ જ્યારે રાસમાં પ્રથમ ક્રમે નટરાજ કલા મંદિર, બીજા ક્રમે કારડીયા રાજપુત રાસ મંડળ, અને ત્રીજા ક્રમે જય ભવાની ગૃપ અને અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમે વૃંદ ગ્રૃપ, બીજા ક્રમે આત્મિય યુનિવર્સિટી અને ત્રીજા ક્રમે જય નવદુર્ગા ગૃપે મેળવ્યો હતો.

આ સમયે ક્રૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાની વાટે, લીધો મહિયાર કેરો વેશ, દુધે તે ભરી તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે, હાલોને જોવા જઈએ ઢોલાજી રે મારવાડાનો દેશ, અમે મહિયારા રે, ગોકુળ ગામના, રૂડે ગરબે છે દેવી અંબિકા રે.. જેવા વિવિધ ગીતો પર સ્પર્ધકોએ રાસ-ગરબા રમીને નવરાત્રીનો માહોલ બનાવ્યો
Published On - 12:11 am, Sat, 30 September 23