Rajkot news : રાજકોટમાં માતાજીના ‘માટીના ગરબા’ ધૂમ મચાવી રહ્યા છે, અવનવા ગરબાની ડિઝાઈન કંઈ રીતે બને છે-જુઓ Photos
નવરાત્રી ટૂંક સમયમાંજ શરૂ થવા જઈ રહી છે. ત્યારે લોકો ભાવપૂર્વક માટીના ગરબાની ખરીદી કરી રહ્યા છે. આ નવ દિવસો દરમિયાન મા દૂર્ગાની ગરબા પ્રગટાવીને ઉપાસના કરશે. આ વખતે રાજકોટ શહેરમાં અલગ અલગ ડિઝાઇન વાળા અવનવા માટીના ગરબાઓએ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે.
1 / 8
નવ દિવસો દરમિયાન મા દૂર્ગાની ગરબા પ્રગટાવીને પૂજા-અર્ચના કરશે.રાજકોટમાં માટીના ગરબા અમેરિકન ડાયમંડ્સવાળા ગરબા અને લાઈટિંગવાળા ગરબા ધૂમ મચાવી રહ્યાં છે.
2 / 8
માટીના ગરબામાં વિવિધ સુંદર રંગો લગાવીને અવનવા ગરબાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં શાનદાર ડિઝાઇન અને નવરંગી ગરબા, અમેરિકન ડાયમંડ્સ અને સુંદર લાઈટ વાળા ગરબા બનાવામાં આવે છે. આ માટીના ગરબા સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાત તેમજ દેશ-વિદેશ પણ મોકલાવામાં આવે છે. કેમ કે ત્યાં પણ આવા ગરબાની બોલબાલા છે.
3 / 8
કરશનભાઈ વડોલીયા એ કહ્યું કે, તેમની સાઈટ રાજકોટ 150ફૂટ રિંગરોડ નજીક શાસ્ત્રીનગર 2માં આવેલી છે. જ્યાં તેઓ પોતાના હાથે જ બનાવેલા ગરબાનું વેચાણ કરે છે. એક ગરબો બનવા માટે 10 થી 20 મિનિટનો સમય લાગે છે. ઈલેક્ટ્રીક ચાકળા પર ગરબો તૈયાર કરવામાં આવે છે.
4 / 8
કરશનભાઈ પાસે નાની સાઈઝથી મોટી સાઈઝ ગરબાની અઢળક વેરાયટી છે. અહિંયા રાજકોટ શહેરમાં 50 રૂપિયાથી લઈને 4500 રૂપિયાની કિંમત સુધીના અલગ-અલગ ગરબા તૈયાર થાય છે.
5 / 8
કરશનભાઇ દરેક ગરબાની પેટર્ન અલગ-અલગ બનાવે છે. એટલે કે એક ડિઝાઈનનો ગરબો એક જ બનાવે છે. જેથી ગરબાનું આકર્ષણ વધી જાય છે.
6 / 8
કરશનભાઇ છેલ્લા ઘણા વર્ષથી માટીના ગરબા બનાવે છે. આ ગરબામાં કાળી અને પીળી માટીનો ઉપયોગ કરી અને ગરબો તૈયાર કરવામાં આવે છે.
7 / 8
ટેકનોલોજીના યુગમાં ચાકડો પણ ઇલેક્ટ્રિક મોટરથી ચાલતો હોવાથી કામ પણ ઝડપથી થાય છે.
8 / 8
બજારમાં અત્યારે અવનવી ડિઝાઈનના પેટર્ન વાળા ગરબા વેચાઈ રહ્યા છે. તેના કોડિયાને પણ અલગ-અલગ રીતે રંગ અને ડિઝાઈન કરવામાં આવે છે. આવી રીતે બનતા ગરબા દેખાવે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.
Published On - 10:59 am, Sat, 7 October 23