
રાજકોટના આ બંને વિસ્તારમાં પગ મુકતા જ રીક્ષા, ટુવ્હીલર અને ફોર વ્હિલરનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.આ રસ્તાઓ પર લારીવાળા કે દુકાનદાર તોરણ, કોડિયા, કપડા અને બુટ અને ઘરના સુશોભનની વસ્તુઓ વેચતા જોવા મળી રહ્યાં છે.

માર્કેટમાં અત્યારે અવનવી વેરાયટીના કપડાં,જૂતા, પર્સ, બેલ્ટ,સહિતની એસેસરીઝ સાથે દિવાળી ડેકોરેશન માટે લાઇટનું વેચાણ જોવા મળે છે.આ વસ્તુઓ સાથે લોકો નાસ્તા મુખવાસ મન મૂકીને કરતા હોય છે. જેથી બજારમાં આ વસ્તુઓની ખરીદીની માગ વધુ હોવાનું જાણવા મળ્યું છે.