Ronak Majithiya | Edited By: Mina Pandya
Mar 14, 2023 | 3:29 PM
રાજકોટના જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ બતાવી લોકમેળા સમિતિમાંથી 8 અલગ અલગ સંસ્થાઓા મનોદિવ્યાંગ બાળકો અને સંસ્થાઓની જરૂરિયાત મુજબ વિવિધ ચીજો અર્પણ કરી હતી.
કલેક્ટરે મનોદિવ્યાંગ બાળકો અને સંસ્થાઓની જરૂરિયાત મુજબ ટીવી, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, હોમ થિયેટર, 50 વ્હીલચેર સહિતની વસ્તુઓ અર્પણ કરી હતી
કલેક્ટરે બાળક મજૂરી અટકાવવા અને બાળ મજૂરી કરતા બાળકોનું સમાજમાં પુન: સ્થાપન થાય તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને કારખાનાના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
જિલ્લા બાળ સુરક્ષા વિભાગ હેઠળ આવેલી વિવિધ મનોદિવ્યાંગ સંસ્થાઓને લોકમેળા સમિતિમાંથી આશરે રૂપિયા 15 લાખ સુધીની વસ્તુઓ કલેક્ટરે અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કે.જી ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરસિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વિવિધ સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ તથા દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.