
દિલ્હીથી કરે છે કનેક્ટ: રાજધાની નામથી જ આપણેને અંદાજ આવી જાય છે કે આ ટ્રેન દિલ્હીને કનેક્ટ કરે છે. આ ટ્રેન દેશના અલગ અલગ શહેરોને દિલ્હીથી કનેક્ટ કરે છે. દિલ્હી માટે શરૂ કરાયેલી આ ખાસ ટ્રેન છે.

ટિકિટ સાથે જ જમવાનો ચાર્જ: રાજધાની એકપ્રેસના ભાડામાં જ યાત્રા દરમ્યાન આપવામાં આવતા ભોજનનો ચાર્જ સમાવિષ્ટ હોય છે. તમારી યાત્રાના હિસાબે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આપવામાં આવે છે.

ટ્રેન સ્ટોપેજ: યાત્રા દરમ્યાન સામાન્ય ટ્રેન દરેક સ્ટેશન પર ઉભી રહે છે, જ્યારે રાજધાની દરેક સ્ટેશન પર ઉભી રહેતી નથી. યાત્રા દરમ્યાન આવતા મુખ્ય શહેરોના અમુક જ સ્ટેશન પર જ ઉભી રહે છે.

જ્યારે આ ટ્રેન કોઈ પણ લાઈન પર હોય ત્યારે રાજધાની ટ્રેનને જવા માટે પ્રાથમિકતા મળે છે. એટલે કે ટ્રેન ક્રોસિંગ સમયે આ ગાડીને પ્રાથમિકતા મળે છે. આ કારણે જ આ ગાડી મોડી પાડવાની સંભાવના ઘણી ઓછી છે.

જો તમે ક્યારેય આ ટ્રેનમાં સફર કરવાનું વિચારી રહ્યા છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ ટ્રેનમાં ફર્સ્ટ ACની ટિકિટ તત્કાલ નથી કરવામાં આવતી.